સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવા નાગરિકોને અનુરોધ કર્યો            પ્રધાનમંત્રીએ વ્યક્તિત્વના વિકાસમાં પુસ્તકોનો ફાળો મહત્વનો ગણાવ્યો            ભારત ચીન સરહદ પર તણાવ દુર કરવા અને શાંતી સ્થાપિત કરવા ઇચ્છે છે: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ            ભાજપે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પ્રચાર માટે મેદાને ઉતાર્યા            આઇપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને ચેન્નાઇ સુપર કીગ્ઝ વચ્ચેની મેચમાં ચેન્નાઇનો આઠ વિકેટે વિજય થયો           

દશેરા નિમિત્તે આજે રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે પણ લોકોએ ફાફડા-જલેબી અને ચોળાફળીની મિજબાની માણી

દશેરા નિમિત્તે આજે રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે પણ લોકોએ ફાફડા-જલેબી અને ચોળાફળીની મિજબાની માણી
ખાસ કરીને મોટાં શહેરોમાં લોકો માસ્ક અને છ ફૂટનું શારિરીક અંતર જાળવીને મીઠાઇ-ફરસાણની દુકાનો પર લાઇનમાં ઉભેલા દેખાતા હતા.

દશેરાના પાવન અવસર પર સુરેન્દ્રનગર જિલ્લામાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

દશેરાના પાવન અવસર પર સુરેન્દ્રનગર જિલ્લામાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું
દશેરાના પાવન અવસર પર સુરેન્દ્રનગર જિલ્લામાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ સુરેન્દ્રનગર જોરાવર નગર માં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ૩ નવેમ્બરના રોજ મતદાન થનાર છે

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ૩ નવેમ્બરના રોજ મતદાન થનાર છે
જે અંતર્ગત કોરોનાની મહામારીને ધ્યાને લઈ લીંબડી વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગજનો અને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો માટે ગઇકાલે અને આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જશોમતીનંદન દાસ અને મહેશ કનોડીયાના અવસાન પર શોક વ્યકત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જશોમતીનંદન દાસ અને મહેશ કનોડીયાના અવસાન પર શોક વ્યકત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્કોન મંદિર અમદાવાદના અધ્યક્ષ અને ઇસ્કોન ગુજરાતના ઝોનલ સેક્રેટરી શ્રી જશોમતીનંદન દાસના અવસાન અંગે શોક વ્યકત કર્યો છે. એક ટવીટમાં શ્રી મોદીએ કહયું કે જશોમતીનંદન દાસજીની આધ્યાત્મ પ્રત્યેની નિષ્ઠા અને સમૃધ્ધ ભારતીય સંસ્કૃતિને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો નોંધપાત્ર હતા.

સરકારે આજે કહયું છે કે વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરની ખરીદી જોરશોરથી ચાલી રહી છે

સરકારે આજે કહયું છે કે વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરની ખરીદી જોરશોરથી ચાલી રહી છે
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ર૩ ટકા વધુ ખરીદી થઇ ચુકી છે. કૃષિ મંત્રાલયે કહયું કે સરકાર લઘુતમ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરી રહી છે. મંત્રાલયે કહયું કે ગઇકાલ સુધીમાં ૧૪૪ લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી થઇ ચુકી છે,

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ આવાસો બાંધવામાં આવ્યા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ આવાસો બાંધવામાં આવ્યા
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પૂણે મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંધાયેલા આવાસોનો વીડિયોના માધ્યમથી ડ્રો કરતાં, આ મુજબ જણાવ્યું હતું.

દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.78 ટકા થયો

દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.78 ટકા થયો
દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.78 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 62 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપવાની સંખ્યા વધીને 70 લાખ 75 હજાર 723 થઈ છે.

કેન્દ્ર સરકારે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાની મુદ્દત વધારીને 31 ડિસેમ્બર 2020 કરી

કેન્દ્ર સરકારે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાની મુદ્દત વધારીને 31 ડિસેમ્બર 2020 કરી
કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2018-19 માટે ફોર્મ – જીએસટીઆર – 9 અને જીએસટીઆર – નવ-એ તથા જીએસટીઆર – નવ-સીમાં રિકન્સીલીએશન સ્ટેટમેન્ટ સાથેના જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાની મુદ્દત વધારીને 31 ડિસેમ્બર 2020 કરી છે.

બિહારમાં પ્રથમ તબકકાની વિધાનસભા ચુંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ છે

બિહારમાં પ્રથમ તબકકાની વિધાનસભા ચુંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ છે
એનડીએ અને મહાગઠબંધનના નેતાઓ મતદાતાઓને રીઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહયાં છે. પ્રથમ તબકકામાં ર૮ ઓકટોબરે થનારા મતદાન માટે પ્રચામાં માત્ર એક દિવસનો સમય બાકી છે.

ભારતીય રમતગમત સત્તામંડળ – સાઇએ, 28મી ઓક્ટોબરથી ટેબલ ટેનિસ માટે સોનેપતમાં રાષ્ટ્રીય શિબીર યોજવાની મંજુરી આપી

ભારતીય રમતગમત સત્તામંડળ – સાઇએ, 28મી ઓક્ટોબરથી ટેબલ ટેનિસ માટે સોનેપતમાં રાષ્ટ્રીય શિબીર યોજવાની મંજુરી આપી
ભારતીય ટેબલ ટેનિસ સંગઠન દ્વારા 28મી ઓક્ટોબરથી શરૂ થનારૂ રાષ્ટ્રીય શિબીર 8મી ડિસેમ્બર સુધી યોજાશે.

મહારાષ્ટ્ર સરકારે આજથી જીમ શરૂ કરવાની મંજુરી આપી

મહારાષ્ટ્ર સરકારે આજથી જીમ શરૂ કરવાની મંજુરી આપી
જીમના સંચાલકો જીમ શરૂ કરવાની મંજુરી માગતા હતા જો કે કોવિડની સ્થિતિ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર મંજુરી આપતી ન હતી.

બિહાર વિધાનસભાની શિવહર બેઠકના ઉમેદવાર સહિત ત્રણ લોકોની અજાણ્યા હુમલખોરોએ ગઈકાલે ગોળી મારીને હત્યા કરી

બિહાર વિધાનસભાની શિવહર બેઠકના ઉમેદવાર સહિત ત્રણ લોકોની અજાણ્યા હુમલખોરોએ ગઈકાલે ગોળી મારીને હત્યા કરી
ગઈકાલે જનતાદળ – રાષ્ટ્રવાદીના ઉમેદવાર શ્રી નારાયણ સિંહ હાથસર ગામે ગઈકાલે સાંજે સાત વાગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે દસ અજાણ્યા હુમલખોરોએ તેમના ઉપર હુમલો કર્યો હતો.

પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીરમાં ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદી ચાલી રહી છે

પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીરમાં ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદી ચાલી રહી છે
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે, ગયા વર્ષે 109.54 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી હતી અને આ વર્ષે અત્યારસુધીમાં 135.72 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઇ છે. જે 23.91 ટકાનો વધારો સૂચવે છે.

દુબઈમાં ગઈકાલે રમાયેલી આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબે સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું

દુબઈમાં ગઈકાલે રમાયેલી આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબે સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું
દુબઈમાં ગઈકાલે રમાયેલી આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબે સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 126 રન બનાવ્યા હતા. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ 114 રન જ બનાવી શક્યા હતા.

સમાચાર સાંભળો

  Gujarati-Gujarati-1320-1330-Oct 25, 2020 Gujarati-Gujarati-0745-0755-Oct 25, 2020
  Ahmedabad-Gujarati-0705-Oct 25, 2020 Ahmedabad-Gujarati-1430-Oct 25, 2020 Ahmedabad-Gujarati-1910-Oct 25, 2020 Bhuj-Gujarati-1825-Oct 25, 2020 Bhuj-Gujarati-0650-Oct 25, 2020
 • Morning News 25 (Oct)
 • Midday News 25 (Oct)
 • News at Nine 25 (Oct)
 • Hourly 25 (Oct) (1910hrs)
 • समाचार प्रभात 25 (Oct)
 • दोपहर समाचार 25 (Oct)
 • समाचार संध्या 25 (Oct)
 • प्रति घंटा समाचार 25 (Oct) (2200hrs)
 • Khabarnama (Mor) 25 (Oct)
 • Khabrein(Day) 25 (Oct)
 • Khabrein(Eve) 25 (Oct)
 • Aaj Savere 25 (Oct)
 • Parikrama 25 (Oct)

લાઈવ ટ્વીટર ફીડ

અત્યારનું હવામાન

25 Oct 2020
City MaxoC MinoC
દિલ્હી 33.2 14.3
મુંબઈ 30.0 23.0
ચેન્નાઈ 34.0 26.2
કોલકાતા 31.1 24.5
બેંગલુરુ 28.0 29.0

ફેસબુક અપડેટ